A legacy-driven educational trust inspired by the noble vision

Founder’s Life Journey

સ્થાપકનો જીવનપ્રવાસ

“સાદુ જીવન અને ઉચ્ચ વિચાર”
– સ્વામી વિવેકાનંદ

સ્વ. શ્રી જીતેન્દ્રસિંહજી નટવરસિંહજી સોલંકી

સોમનાથ કેળવણી મંડળ નડિયાદ

“શિક્ષણ એ માત્ર જ્ઞાન આપવાનું સાધન નથી, પણ એક એવા જીવનમૂલ્યોનું સંસ્કાર છે,
જે વ્યક્તિને માનવતાની ઊંચાઈએ પહોંચાડે છે.”

મારા પિતાશ્રી સ્વ. નટવરસિંહજી સોલંકીની પ્રેરણાથી મેં હંમેશાં માન્યું છે કે શિક્ષણ એ સમાજની સૌથી મોટી સેવા છે.સોમનાથ કેળવણી મંડળની સ્થાપના એ આ વિચારધારાનો પ્રતિબિંબ છે કે દરેક બાળક, ખાસ કરીને પછાત અને ગરીબ વર્ગનો વિદ્યાર્થી, શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરે અને પોતાના જીવનમાં પ્રગતિ કરે.

આ સંસ્થાના માધ્યમથી અમે માત્ર પાઠ્યપુસ્તકનું જ નહીં, પણ જીવનમૂલ્યો, શિસ્ત અને માનવતાનું શિક્ષણ આપવા પ્રયત્નશીલ છીએ. મારા સહયોગીઓ, શિક્ષકો, દાતાશ્રીઓ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેઓના સહકારથી સોમનાથ કેળવણી મંડળ આજે વિકાસના શિખરે છે.

જન્મ અને પ્રારંભિક જીવન

મોગર ગામના સ્વ. શ્રી જીતેન્દ્રસિંહજી નટવરસિંહજી સોલંકીનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ થયો હતો. આપ શ્રી નટવરસિંહજી સોલંકીના અનુજપુત્ર હતા અને મોગર ગામના જાણીતા કુટુંબમાંથી આવતાં હતા. પ્રાથમિક શિક્ષણ નડીઆદમાં મેળવ્યા બાદ મથુરી, પંચગણી અને અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અનુગામી શિક્ષણ પૂર્ણ કર્યું.

આપ ઉચ્ચઅભ્યાસ માટે લગનશીલ રહ્યાં છતાં પણ (M.B.A.)ની ડિગ્રી અધૂરી છોડી દિલ્લીમાંથી B.A. વીથ ઇંગલિશ નો અભ્યાસ કર્યો

પરિવાર અને વ્યક્તિત્વ

શ્રી સોલંકી સાહેબના લગ્ન ઉચપરિવાર મુલસી થયેલ ધનવંતબેન સાથે થયાં. આપને સંતાન રૂપે ત્રણ દીકરીઓ — કીર્તિબા, જાગૃતિબા, શ્રુતિબા — અને પુત્ર — રઘુવીરસિંહજી સોલંકી છે. સાહેબશ્રીનું જીવન સાદગી, વ્યવહારિકતા અને આધુનિક વિચારોનું સુંદર સંયોજન હતું.
ગાડીઓ અને ડ્રાઇવિંગનો આપને અત્યંત શોખ હતો, અને આજેય લોકો આપની એ સાદી-મિલનસાર સ્વભાવભરી યાદોને સ્નેહપૂર્વક યાદ કરે છે. આપના જીવનમાં સન્માન, સહાનુભૂતિ અને મનુષ્યતાનું સ્થાન સર્વોચ્ચ રહ્યું.

વ્યવસાયિક યાત્રા

જીવનના પ્રારંભિક દિવસોમાં આપ સાહેબે હોટેલ વ્યવસાય શરૂ કર્યો, પણ પછી સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાથી પ્રેરાઈ ઇલેક્ટ્રિક રેવન્યુ વિભાગમાં નોકરી સ્વીકારી. નોકરી દરમિયાન પણ આપની વળીવટિ, કુરાણતા, પ્રયોગશીલતા અને તર્કબુદ્ધિથી સહકર્મચારીઓ તથા અધિકારીઓ વચ્ચે સદૈવ સન્માનનું સ્થાન પ્રાપ્ત કર્યું.
આપની નિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠ સ્વભાવના કારણે દરેક સંસ્થામાં આપનું યોગદાન વિશેષ ગણાયું.

સોમનાથ કેળવણી મંડળ – એક પ્રેરણાદાયક સેવા યાત્રા

પૂજ્ય બાપુશ્રી નટવરસિંહજી સોલંકીના આશીર્વાદથી જીતેન્દ્રસિંહજી સોલંકીએ સોમનાથ કેળવણી મંડળના કાર્યમાં સક્રિય રીતે ભાગ લીધો. મંડળનું મુખ્ય ધ્યેય પછાત વિસ્તારોમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવાનો અને ખાસ કરીને કન્યા કેળવણીનો વિકાસ કરવાનું રહ્યું છે.
જે સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારોના વાલીઓ પોતાની દીકરીઓને ભણવા મોકલતા નહોતાં, એ સમયે પૂજ્ય બાપુ અને જીતેન્દ્રસિંહજી સોલંકીના દ્રઢ સંકલ્પથી સેંકડો દીકરીઓએ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું.

મંડળ દ્વારા આજના દિવસ સુધી પ્રાથમિકથી લઈને ઉચ્ચ માધ્યમિક શાળાઓ, છાત્રાલયો તથા બાલવાડીઓ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આપ સાહેબની માર્ગદર્શન હેઠળ દરેક સંસ્થામાં શિસ્ત, ગુણવત્તા અને માનવતા એ ત્રિવેણી તરીકે વહે છે.

આધુનિક શિક્ષણ અને ટેક્નોલોજી તરફ આગ્રહ

જ્યારે સરકારશ્રીને કોમ્પ્યુટર શિક્ષણનો વિચાર આવ્યો નહોતો, તે પહેલાં જ પૂજ્ય બાપુ અને જીતેન્દ્રસિંહજી સોલંકીના પ્રયાસોથી નડીઆદ અને ગાંધીનગરમાં કોમ્પ્યુટર શિક્ષણ માટે દાન મેળવી વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
આપની દૂરદર્શિતાએ સોમનાથ કેળવણી મંડળની છ શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણને અનિવાર્ય ભાગ બનાવી દીધું.

સમાજસેવા અને સહયોગ

શ્રી સોલંકી સાહેબે સંતરામ મંદિરના મહંત પૂ. નારાયણદાસજી મહારાજ, શ્રી ઇન્દુભાઇ પટેલ, બુદ્ધદેવ મહારાજ તથા અન્ય દાતાઓ સાથે સહયોગ કરીને શાળાઓના મકાનો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાલવિકાસ કાર્યક્રમો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા.
આપના નેતૃત્વ હેઠળ મંડળે ગ્રામ્ય વિસ્તારોમાં અઢળક બાળકોને શિક્ષણ અને સંસ્કારનો સંયુક્ત વારસો આપ્યો છે.

સિદ્ધિઓ અને વારસો

આપના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવ પાડી છે. આજે અનેક વકીલો, ડૉક્ટરો, ઇજનેરો, પ્રોફેસરો અને શિક્ષકો સોમનાથ કેળવણી મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે સમાજની સેવા કરી રહ્યા છે — જે આપના પ્રયત્નોનો જીવંત પુરાવો છે.

આપના મંડળે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક ચેતના જેવી પ્રવૃત્તિઓમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. દર વર્ષે યોજાતી મીટિંગો, અહેવાલો અને માર્ગદર્શક કાર્યક્રમો દ્વારા આપના સંગઠનાત્મક ગુણોનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે.

અંતિમ સંદેશ

સ્વ. શ્રી જીતેન્દ્રસિંહજી સોલંકીનું સમગ્ર જીવન માનવતા, શિક્ષણપ્રેમ અને સેવા ભાવનાથી ભરપૂર હતું. આપના જીવનનો મૂળ સિદ્ધાંત હતો — “સંબંધોમાં સાપ્યતા અને કાર્યમાં પારદર્શિતા.”
આપે જે વારસો સ્થાપ્યો તે આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે છે અને સમાજના વિકાસ માટે દિશા દર્શાવે છે.

“જય સોમનાથ”
સ્વ. શ્રી જીતેન્દ્રસિંહજી એન. સોલંકી

Copyright © 2026 SKM | Designed By SEOWebPlanet Solutions